Linked Node

Content

ટીબીના દર્દીઓ પર કલંકની અસરો

વ્યક્તિગત સ્તરે

  • આત્મસન્માન અને આત્મવિશ્વાસનો અભાવ
  • ભાવનાત્મક રીતે જુદાઈપણુ, અપરાધ અને ચિંતાની લાગણીમાં વધારો
  • શારીરિક તેમજ આર્થિક નબળાઈ
  • મોટાભાગે સ્ત્રીઓ ને લોકો દ્વારા તેમનું ઘર છોડવા માટે ફરજ પાડવામાં આવે છે
  • લક્ષણો છુપાવવા અને તબીબી સંભાળ મેળવવામાં ખચકાટ રોગ વ્યવસ્થાપનને વધુ મુશ્કેલ બનાવે છે
  • મોડુ નિદાન, અધૂરી સારવાર જે ટીબી રોગનો ફેલાવો કરે છે અને ગંભીર પ્રકાર( ડીઆર-ટીબી) થઈ શકે છે.
  • નબળાઈમાં વધારો થઈ શકે છે, એકલતા અને શરમના કારણે આત્મહત્યાના વિચારો આવી શકે છે.

 

કુટુંબ અને સમુદાય સ્તરે

  • ઘરની કમાણીમાં  ખોટ
  • દર્દીની સંભાળ રાખનારાઓ ને ટીબીનો ચેપ લાગવાનુ અને ટીબીનો રોગ થવાનુ જોખમ વધે છે જેથી ઉત્પાદકતામાં ઘટાડો થાય છે અને ગરીબીનું ચક્ર વધુ સક્રીય બને છે.
  • ચેપગ્રસ્ત વ્યક્તિઓને તેમના સમુદાયના લોકો દ્વારા અલગ પાડવામા આવે છે અને કલંકિત કરવામા આવે છે 
  • તેમના સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણમાં અસરગ્રસ્ત અને ચેપગ્રસ્ત લોકોમાં જ્ઞાનનો ઊંડો અભાવ અને ખોટી માન્યતાઓ
  • રોગ ધરાવતા લોકો ના સામાજિક મોભામાં ઘટાડો, તેમના સંભાળ રાખનારાઓ, કુટુંબીજનો, મિત્રો અને સમુદાયો પર નકારાત્મક અસર
  • સામાજીક-સાંસ્કૃતિક મૂલ્યોને કારણે સમુદાયનું કથિત અને આંતરિક કલંક કે ટીબી પાપો અથવા ઉલ્લંઘનની સજા છે

 

Content Creator

Reviewer